સોનગઢનાં શિવાજી નગરમાંથી પોલીસે બે અલગ અલગ સ્થળ ઉપરથી બે મહિલાઓને વગર પાસ પરમિટે વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ ગુનામાં સંડોવાયેલ નવાપુર તાલુકાનાં લક્કડકોટ ગામનો બુધિયા રાણીયાભાઈ ગામીત નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસને શનિવારના રોજ મળેલ ખાનગી બાતમીના આધારે સોનગઢના શિવાજી નગરમાં રહેતા લિસ્ટેડ બુટલેગર સિકંદરભાઈ ઉર્ફે સુકનજીભાઈ શાંતુભાઇ ગામીતના ઘરની પાછળ બનાવેલ પતરાના શેડમાં લિસ્ટેડ બુટલેગર સુમિત્રાબેન સિકંદરભાઈ ગામીતનાઓ દેશી તથા વિદેશી દારૂ રાખી છૂટક વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી રેઈડ કરતા ત્યાં એક મહિલા હાજર મળી આવી હતી. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સુમિત્રાબેન સિકંદરભાઈ ગામીત (રહે.શિવાજીનગર, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ મહિલાને સાથે રાખી ઘરની પાછળ બનાવેલ પતરાના શેડમાં તપાસ કરતા ત્યાં ચાર પ્લાસ્ટિકના કોથળામાંથી અલગ અલગ ઇંગ્લિશ દારૂનો પ્રોહી. મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો પ્રોહી. મુદ્દામાલ સિકંદરભાઈ ઉર્ફે શુકનજીભાઈ ગામીત એટલે કે મહિલાના પતિ નાઓ બુધિયાભાઈ રાણીયાભાઈ ગામીત (રહે. લક્કડકોટ ગામ, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) ના પાસેથી વેચાણ અર્થે લઈ આવ્યા હતા.
આમ, પોલીસે વિદેશી દારૂની કુલ નંગ 259 બોટલો જેની કિંમત રૂપિયા 41,450/-નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જયારે બીજા બનાવમાં પોલીસ ઇન્સ્પેક્ટર સોનગઢ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, લિએસ્ટેડ બુટલેગર રીનાબેન ઉર્ફે રીંકી સોમાભાઈ ગામીત નાઓ સોનગઢ ગામે પોતાના રહેણાંક મકાન ઘરમાં દેશી તથા વિદેશી દારૂ રાખી તેનું ચોરી છૂટી વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા એક બહેન હાજર મળી આવી હતી.
જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ રીનાબેન ઉર્ફે રીંકી સોમાભાઈ ગામીત (રહે.શિવાજીનગર, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ મહિલાને સાથે રાખી ઘરની પાછળના ભાગે તપાસ કરતા અલગ અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભારતીય બનાવટનો દેશી તથા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જોકે પોલીસે પ્રોહી. મુદ્દામાલ વિશે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાનાં નવાપુર તાલુકાનાં લક્કડકોટ ગામનો બુધિયાભાઈ રાણીયાભાઈ ગામીત નાઓ આપેલ હતો. આમ પોલીસે ઘરની પાછળ વગર પાસ પરમિટે અલગ અલગ પ્લાસ્ટિકની કોથળામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કુલ 115 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 9,950/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500