મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ખેરવાડા ગામનાં મુખ્ય ફળિયામાં જાહેર રસ્તા ઉપર જુગાર રમતા બે ઝડપાયા હતા, જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખેરવાડા ગામનાં મુખ્ય ફળિયામાં જાહેર રસ્તા ઉપર એક ઈસમ લાલ કલરની સુઝુકી કંપનીની TVS સ્ટાર સીટી બાઈક નંબર GJ/05/EC/2819 ઉપર બેસી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતનાં આંકડા લખી જુગાર રમાડતો હતો અને તેની બાજુમાં એક ઈસમ કઈક લખતો જણાતા પોલીસે બંને ઈસમોને કોર્ડન કરી ઝડપી પડ્યો હતો.
જોકે પોલીસે બંને ઈસમનું નામ પૂછતા એકનું નામ છનાભાઈ કબનાભાઈ ચૌધરી (રહે.મગતરા ગામ, નિશાળ ફળિયું, માંડવી) અને બીજાનું નામ સુરેશભાઈ કુમજીભાઈ વસાવા (રહે.ખેરવાડા ગામ, મુખ્ય ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે વધુ પૂરચ કરતા જાણવા મળ્યું હતું કે, વરલી મટકાના જુગારના આંકડાઓનું કટિંગ ફિરોજ પઠાણ (રહે.માંડવી) નાને મોકલતા હતા જેથી આ કામે વોન્ટેડ જાહેર કર્યો હતો.
આમ, પોલીસે બંને ઈસમો પાસેથી અલગ-અલગ દરની ચલણી નોટો રૂપિયા 20,030/- અને 2 નંગ મોબાઈલ, આંકડા લખવાની સ્લીપ બુક, કાર્બન પેપરનાં ટુકડા બોલપેન અને બાઈક મળી કુલ રૂપિયા 60,030/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદને આધારે ઝડપાયેલ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500