વાલોડનાં શિકેર ગામની સીમમાં બે બાઈક સામસામે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો જોકે આ અકસ્માતમાં ત્રણ યુવકનાં મોત નીપજ્યાં હતા. મળતી માહિતી મુજબ, વાલોડ બારડોલી હાઇવે પર શિકેર ગામની સીમમાં શનિવારનાં રોજ રાત્રિનાં નવ વાગ્યાના અરસામાં બારડોલી તરફથી બંટીકુમાર રમેશભાઈ હળપતિ (ઉ.વ.20, રહે.હથુકા ગામ, લાદીયા ફળિયું, તા.વાલોડ)નાંઓ પોતાના બજાજ પલ્સર બાઈક નંબર GJ/05/ML/3486 ઉપર દેલવાડા તરફથી વાલોડ આવી રહ્યા હતા.
તે દરમિયાન અરવિંદ દિનેશ નાયકા (ઉ.વ.22, રહે.શિકેર ગામ, જાંબુડા ફળિયા, વાલોડ)નાંએ પોતાના કબ્જાની હીરો હોન્ડા સીડી ડીલક્ષ બાઈક નંબર GJ/05/HN/1855ને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બંટીની બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બંટીનાં માથાનાં ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર અરવિંદ નાયકા તથા તેની સાથે બાઈક પર બેસેલ અંકિત મહેન્દ્ર નાયકા (રહે.શિકેર ગામ)નાને શરીરે ગંભીર ઈજા થઈ હતી. જોકે ગંભીર ઈજાને કારણે બંનેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500