Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં રિવર પેલેસ મોલનાં ગોડાઉન માંથી રૂપિયા 1.27 લાખની ચોરી, અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • February 09, 2023 

મનિષા એસ.સુર્યવંશી/વ્યારા : વ્યારા નગરનાં કાનપુરામાં આવેલ ખટાર ફળિયામાં રિવર પેલેસ મોલનું કામ ચાલતું હોય ગોડાઉનમાં મુકેલ સામાનની ચોરી થતાં મામલો વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કાનપુરા ફ્લાવર સીટીમાં રહેતા હીમાંશુભાઈ ઈશ્વરભાઈ રાઠોડ (ઉ.વ.25, મૂળ રહે.રામોદ, તા.કોટડા સાંગાણી, જિ.રાજકોટ) નાએ બુધવારનાં રોજ સાંજે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કાનપુરાનાં ખટાર ફળિયામાં રિવર પેલેસ મોલમાં રાજહંસ સીનેમાનું કામ ચાલતું હતું.



જ્યાં આગળ બીજા માળે લોક કરી મુકેલ સામાન તા.07/02/2023નાં કલાક 19.00થી તા.08/02/2023નાં કલાક 6.00 દરમિયાન ગોડાઉનનું લોક તોડી અંદર પ્રવેશ કરી ગોડાઉનમાંથી RR કેબલ કંપનીનાં નાના-મોટા વાયરો આશરે 2000 મીટર તથા કોપર પ્લેટ નંબર-1 મળી કુલ રૂપિયા 1,27,846/-નો મુદામાલની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે હીમાંશુભાઈ રાઠોડ નાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application