Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં હાથી ફળિયામાંથી પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • July 17, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં કાકરાપાર પોલીસ સ્ટેશનમાં સ્ટેટ વિજીલન્સ દ્વારા કરેલ  પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં હાથી ફળિયામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, કાકરાપાર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં હાથી ફળિયામાંથી દીપેશ શંકરભાઈ રાઠોડ (ઉ.વ.32., રહે.હાથી ફળિયું, સોનગઢ)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application