મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કાટગઢ ગામની સીમમાંથી પસાર થતો સોનગઢ-વ્યારા રોડ ઉપર કાટગઢ ગામનાં પાટીયા પાસે અજાણ્યા કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતાં ચાલકને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ગિરનાર રેસીડન્સી ખાતે રહેતા સુખદેવભાઈ રણછોડભાઈ ગડરીયા નાંઓ તારીખ 28/03/2024નાં રોજ પોતાના કબ્જાની મોપેડ બાઈક GJ/05/EK/5940ને લઈ કાટગઢ ગામની સીમમાંથી પસાર પસાર થતો સોનગઢ-વ્યારા રોડ પર કાટગઢ પાટીયાની સામેથી પસાર થતાં હતા.
તે સમયે એક કાર નંબર GJ/26/AB/9977નાં ચાલકે પોતાના કબ્જાની કાર સોનગઢ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોપેડ બાઈકને અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો. જયારે આ અક્સ્મારમાં મોપેડ બાઈક ચાલકને રોડ ઉપર પાડી દઈ ડાબા પગનાં ઘૂંટણનાં નીચેના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજા તથા ચહેરાનાં ભાગે તેમજ શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી. બનાવ અંગે નીતિનભાઈ ગડરીયા નાંએ તારીખ 29/03/2024નાં રોજ કાકરાપાર પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application