વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બોરખડી, લોટરવા અને કહેર ગામ ખાતે ભારે વરસાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોની સ્થળ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. વરસાદી પાણીથી અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનો સાથે જાત મુલાકાત લઈ વાતચીત કરી સમસ્યાઓથી વાકેફ થયા હતા. જેમાં બોરખડી ગામે ઘરની છત ઉડી જવાથી ઘરમાં પાણી ભરાઈ જવા તેમજ લોટરવાના એક-બે ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સરકાર તરફથી મળવાપાત્ર સહાયની ચૂકવણી અંગે મંત્રી પટેલે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
વરસાદથી અસરગ્રસ્તોને થયેલ નુકસાન/ઘટના સંદર્ભે ત્વરિતપણે રિપોર્ટ બનાવી સંબંધિત વિભાગમાં રજુ કરી અસરગ્રસ્ત પરિવારોને સહાય મળે તે માટે મંત્રીએ ગામના સરપંચ તેમજ તલાટીઓને સૂચનો આપ્યા હતા. તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાન અંગે ઝડપભેર સર્વેની કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા વહીવટીતંત્રએ પણ પુરઝડપે સર્વેની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત કહેર મુકામે રેલ્વે અંડર ગ્રાઉન્ડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બની રહે છે. જે અંગે ગ્રામજનો પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવી મંત્રી પટેલે તાત્કાલિક ધોરણે નવા બ્રિજ અંગેની દરખાસ્ત રજુ કરવા તથા તે માટે સર્વે કરી વૈકલ્પિક રસ્તા અંગેની જાણ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application