સોનગઢ નગરમાં ચોરટાઓ બેફામ બન્યા છે, બાઈક ચોરી અને દુકાનો તથા મકાનના તાળા તોડી ચોરી કરવું જાણે ચોરટા માટે સામાન્ય બની ગયું હોય જાણે તે રીતે પોલીસને પડકાર આપી રહ્યા છે. સોનગઢ નગરમાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-53નાં સર્વિસ રોડને અડીને આવેલ બંટી ગેસ્ટ હાઉસના બાજુમાં યોગી ટ્રેડર્સ નામની દુકાનનું તા.4થી અને 5મી ફેબ્રુઆરીની રાત્રીએ કોઈ અજાણ્યા ચોરટાઓએ દુકાનનું શટલ તોડી, અંદર પ્રવેશ્યા હતા.
ત્યારબાદ દુકાનની અંદરના ભાગે આવેલ ઓફીસના અલગ-અલગ ટેબલના ખાના તોડી કુલ રોકડ રૂપિયા 1.65 લાખની ચોરી કરી ચોરટાઓ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે દુકાન માલિક શંભુભાઈ મખ્ખનલાલ અગ્રવાલને જાણ થતાં તા.6ઠી ફેબ્રુઆરી નારોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદનાં આધારે પોલીસે અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application