મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં વાકવેલ ફળીયામાંથી પસાર થતાં સોનગઢ-આહવા રોડ ઉપર આવેલ રેલવે ફાટક પર કાર ચાલકે પોતાના કબ્જાની કારને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રેલવે ફાટકનો પાઈપ તોડી લોખંડની એંગલ તેમજ લોખંડની જાળી સાથે અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જયારે આ અકસ્માતમાં એકનું મોત અને બે જણાઓને ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢના વાકવેલ ફળીયામાંથી પસાર થતાં સોનગઢ-આહવા રોડ ઉપર આવેલ રેલવે ફાટક પર હિતેશભાઈ દીવાનજીભાઈ ગામીત નાંઓએ પોતાના કબ્જાની ફોર વ્હીલ કાર નંબર GJ/05/JD/3040ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રેલવે ફાટકનો પાઈપ તોડી લોખંડની એંગલ તેમજ લોખંડની જાળી સાથે અથડાવી દઈ કારની અંદર બેસેલ દિવાનજીભાઈ ભીમાભાઈ ગામીત (ઉ.વ.62., રહે.જામખડી ગામ, નિશાળ ફળિયું, તા.સોનગઢ) નાઓને માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે દિનેશભાઈ નગીનભાઈ ગામીત (રહે.જામખડી ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) નાઓને પણ માથા તેમજ શરીરે ઈજાઓ પહોંચી હતી અને કાર ચાલક હિતેશભાઈને પણ માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ટીનાબેન ગામીતની ફરિયાદનાં આધારે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500