વ્યારાના ડુંગર ગામે રહેતા અને ઈંટના ભઠ્ઠાના વ્યવસાય કરતો શખ્સ મજૂરીના પૈસા લેવા માટે વ્યારા ખાતે મોટરસાયકલ પર આવ્યો હતો અને બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડી મોટર સાયકલની ડીકીમાં મૂક્યા હતા. જોકે બાઈક પાર્ક કરી વ્યારા નગરમાં આવેલ આવેલ બહુચરાજી માતાજીના મંદિરના સામે પાનના ગલ્લા પર માવા ખાવા ગયો હતો તે દરમિયાન કોઈ ભેજાબાજ ચોર ઈસમે બાઈકની ડીકીમાંથી રોકડ રકમની ચોરી કરી નાસી છુટ્યો હતો. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના ડુંગર ગામના વિસ્તારમાં જગદીશભાઈ દેવજીભાઈ પ્રજાપતિ તેમના પરિવાર સાથે રહેતા અને ઈંટ પાડવાના વ્યવસાય કરતા હોય,એમના ઈંટના ભઠ્ઠા પર મજૂરોને મજૂરી આપવાની હોય તા.24મી જાન્યુઆરી અન્રોજ જગદીશભાઈ પ્રજાપતિ તેમની બાઇક નંબર GJ/19/K/9866 લઈને વ્યારા આઇડીબીઆઇ બેંકમાં ગયા હતા. જ્યાં એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા, જે પૈસા તેમણે પોતાની બાઇકની ડીકીમાં મૂક્યા હતા.
ત્યારબાદ ત્યાંથી તેમણે વ્યારા નગરના બહુચરાજી માતાના મંદિર પાસે આવેલા ચિરાગ પાન સેન્ટર પર પહોંચ્યા હતા અને બાઈક પાર્ક કરી માવો લેવા માટે પાનના ગલ્લે ગયા હતા એ દરમિયાન કોઇક અજાણ્યો ચોર શખ્સ બાઇક પાસે આવ્યો હતો અને ડિકી માંથી રૂપિયા ભરેલી થેલી ચોરી કરી નાશી છુટ્યો હતો. દરમિયાન માવો લઇ જગદીશભાઈ બાઈક પાસે આવીને જોતા ડીકી ખુલ્લી અને પૈસા ગાયબ હતા. જોકે સમગ્ર ઘટના ચિરાગ પાન સેન્ટરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતા વ્યારા પોલીસ અને LCB ઘટના સ્થળે પહોચી CCTVનાં ફૂટેજો મેળવી અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500