મનિષા એસ. સુર્યવંશી/વ્યારા ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તા.૨૦/૦૫/૨૦૨૩ નારોજ ઉચ્છલ તાલુકાના સાકરદા ગામના બસ સ્ટોપ પાસે અને કટાસવાણ ગામ તરફ જવાના ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક એકટીવા મોપેડ નંબર જીજે/૨૬/કયું/૮૨૦૪ની આવતા તેને રોકી મોપેડ ચાલકનું નામ-સરનામું પૂછતા સંજયભાઈ ચાહુંભાઈ ગાવિત (રહે.કરંજીખુર્દ સુકા ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર, મહારાષ્ટ્ર) નાનો હોવાનું જણાવ્યું હતું, તેની પાસે બેગ અને એક કોથળામાં તપાસ કરતા ઈંગ્લીશ દારૂ અલગ અલગ બ્રાંડની કુલ બાટલીઓ નંગ-૧૩૧ જેની કિંમત રૂપિયા ૧૪,૦૨૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસની વધુ તપાસમાં નવાપુર ખાતે આવેલ કાકા વાઈન શોપ પરથી કપિલ નામના વ્યક્તિ પાસેથી દારુ લઇ આવી સોનગઢના સમરકુવા ગામના નિશાળ ફળીયામાં રહેતો ભરતકુમાર રમણભાઈ વસાવા ને ત્યાં આપવામાં જતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉચ્છલ પોલીસે આ બનાવમાં પોલીસ કર્મીની ફરિયાદના આધારે ૧૪,૦૨૦/-નો પ્રોહી-દારૂ અને ૨૫ હજારની એકટીવા મોપેડ મળી કુલ રૂપિયા ૩૯,૦૨૦/-નો મુદ્દામાલ કબજે કરી દારુ ભરી આપનાર અને મંગાવનાર બે જણાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500