મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ભીતબુદ્રક ગામે ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં ભીતબુદ્રક ગામનાં ખેતર ફળિયામાં રહેતા 55 વર્ષીય ઝીણાભાઈ અફણીયાભાઈ ગામીત જેઓ ગત તારીખ 15/7/2023નાં રોજ એકટીવા બાઈક નંબર GJ/16/AD/5920ને લઈને ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પરથી પસાર થતાં હતા.
તે સમય દરમિયાન એક ડીઓ ડ્રોમ મોપેડ બાઈક નંબર GJ/26AD/7134નાં ચાલકે પોતાના કબ્જાનું બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઝીણાભાઈની એકટીવા બાઈકને પાછળથી ટક્કર મારી દીધી હતી જેથી એકટીવા બાઈકનાં ચાલક ઝીણાભાઈ રોડ પર પટકાઈ ગયા હતા જેના કારણે તેમને માથાનાં ભાગે તેમજમોઢાનાં ભાગે તથા બંને પગે ઘુટણનાં ભાગે તથા શરીરે ઓછી વત્તી ઈજા પહોંચતા સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે તેમના મોટાભાઈ બાબુભાઈ ગામીતની ફરિયાદનાં આધારે ઉચ્છલ પોલીસ મથકે આજરોજ ટક્કર મારનાર બાઈક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application