તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ભાણપુર અને ઉખલદા ગામના આંતરિક રસ્તાઓ રૂા.૧.૩૫ કરોડના ખર્ચે નિર્માણ કાર્યનું ખાતમુહુર્ત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો. ભાણપુર અને ઉખલદા ગામે ખાતમુહુર્ત સમારોહને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ માટે કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. વર્ષોથી અહીંના ગામોના પ્રશ્નો હતા જે સરકારમાંથી મંજૂર કરાવવામાં આવ્યા છે. ખેડૂતો માટે કુવા સોલાર લાઈટ, સખીમંડળો માટે રાઈસમીલ, ડાંગરની ખરીદી, દાળમીલનું પણ આયોજન કરાયું છે.
આગામી દિવસોમાં આ વિસ્તારની કાયાપલટ કરાશે. વધુમાં આ વિસ્તારમાં સૈનિક સ્કુલ શરૂ કરવાનું પણ આયોજન છે. કંસરી માતાના મંદિરનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનામાં વિનામૂલ્યે રસીથી લોકોને બચાવ્યા છે. સૌના સાથ અને સહકારથી હંમેશા આ ગામોના વિકાસ માટે કટીબધ્ધતા વ્યક્ત કરૂં છું. મુખ્યમંત્રી ગ્રામસડક યોજના ૨૦૧૭-૧૮ હેઠળ રસ્તાઓના ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. વ્યારા સુગર ફેકટરી માટે રૂા.૩૦ કરોડ મારા આદિજાતિ વિકાસ વિભાગમાંથી ફાળવવામાં આવ્યા છે. આપણે સૌ સાથે મળી તેનો ઉકેલ લાવશું.
માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેરશ્રી નિખિલ પંચાલે રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ભાણપુર ગામે રૂા.૪૫ લાખ અને ઉખલદા ગામે રૂા.૯૦ લાખ મળીને કુલ રૂા.૧.૩૫ કરોડના ખર્ચે ગ્રામજનો માટે આંતરિક રસ્તાઓ તૈયાર થશે. રીટેન્ડરીંગ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. બે માસમાં આ કામ પૂર્ણ થશે. આમ હવે લોકોનો વર્ષો જુના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500