Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં રૂમકીતલાવ ગામે જુગાર રમાડનાર યુવક ઝડપાયો

  • September 26, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં રૂમકીતલાવ ગામનાં જાહેર રસ્તા ઉપર જુગાર રમાડતો એક યુવકને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો ગતરોજ ખાનગી વાહનમાં બેસી રાયગઢ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા રૂમકીતલાવ ગામ પાસે આવતાં બાતમી મળી હતે કે, એક ઈસમ ગામનાં જાહેર રસ્તા ઉપર પૈસાની હાર જીતનો આંકડાનો જુગાર રમે છે.



જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરતા એક ઈસમ રૂમકીતલાવ ગામનાં આવેલ પોતાના ઘરની સામે જાહેર રસ્તા ઉપર લોકોનું ટોળું હતું અને નીચે બેસી એક ઈસમ કઈક આપલે કરતો હતો. જોકે પોલીસની રેઈડ જોઈ ત્યાના ઈસમો ભાગી છૂટ્યા હતા. તેમજ જમીન પર બેસેલ ઈસમ ઝડપાઈ જતાં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, નીતેશભાઈ સુરપસિંગભાઈ પ્રધાનના હોવાનું જણાવ્યું હતું અને પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ યુવક વિરુદ્ધ જુગાર ધરાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application