Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડા ગામેથી જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાયો

  • January 31, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : કુકરમુંડા ગામનાં બસ સ્ટેશનનાં પાછળથી જુગાર રમાડનાર એક ઈસમને ઝડપી પડ્યો હતો. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ સવારનાં સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળેલ હતા.






તે દરમિયાન કુકરમુંડા ગામનાં બસ સ્ટેશનનાં પાછળનાં ભાગે આવતા ત્યાં આગળ જાહેરમાં કેટલાક ઈસમો કંઈક આપ-લે કરતા હોય જેથી પોલીસને તેઓની ઉપર જુગાર અંગેનો શક જતા પોલીસે રેડ કરી પકડવા જતા કેટલાક ઈસમો પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા. જોકે જમીન ઉપર બેસેલ એક ઈસમ ઝડપાઈ ગયો હતો પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ જેહમસિંગ રામદાસભાઈ પાડવી (રહે.ગોરાસા ગામ, તા.કુકરમુંડા)નાં હોવાનું જણાવ્યું હતું.





આમ, પોલીસે જુગાર રમાડતા આંકો લખેલ સ્લીપ, બોલપેન, કાર્બન પેપર અને જુદા-જુદા દરની ચલની નોટો સહિત જુગાર રમવાનાં સાધનો કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી ભાણજીભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application