Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં આડદા ગામેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

  • August 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં આડદા (બોરઠા) ગામમાંથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, આડદા (બોરઠા) ગામમાં રહેતો સોમદાસ શ્રીરામ પાડવી નાઓના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પૈસા વડે ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમવે છે.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમી વાળી જગ્યાએ પહોંચતા ઘરની આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજી પાના પોતાની પાસે રાખી કુંડાળું કરી પૈસાવતી હાર જીતનો જુગાર રમતા હોય જેથી પોલીસે કોર્ડન કરી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે જુગારનાં સાધનો અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 3,910/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



પોલીસ રેઈડમાં જુગાર રમતા ઝડપાયેલ પાંચ જુગારીઓ...

1.સોમદાસ શ્રીરામ પાડવી (રહે.આડદા(બોરઠા) ગામ, નિઝર),

2.કાંતિલાલ ભભુતાભાઈ પટેલ (રહે.ખોડદા ગામ, નિઝર),

3.સખારામ રાયસિંગભાઈ પાડવી (રહે.આડદા(બોરઠા) ગામ, નિઝર),

4.ભાંગા ભરતભાઈ વસાવા (રહે.બોરઠા ગામ,નિઝર) અને

5.જયંત રત્યાભાઈ વળવી (રહે.આડદા(બોરઠા) ગામ, નિઝર).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application