Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં કેલાઈ ગામે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા, ત્રણ વોન્ટેડ

  • July 18, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં કેલાઈ ગામનાં પીપળા ફળિયામાં પાણીની ટાંકી નીચે આવેલ કમ્પાઉન્ડમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જયારે ત્રણને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળી હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેલાઈ ગામનાં પીપળા ફળિયામાં પાણીની ટાંકી નીચે આવેલ કમ્પાઉન્ડમાં કેટલાક ઈસમો નીચે બેસી ગોળ કુંડાળું કરી પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી જુગાર રમતા હોય જેથી પોલીસે કોર્ડન કરી સ્થળ ઉપર રેઈડ કરતા જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા, જયારે પોલીસ રેઈડ જોઈ ચાર જુગારીઓ ભાગી ગયા હતા. આમ પોલીસે સ્થળ ઉપરથી ગંજી પાનાની બે કીટ, દાવનાં રૂપિયા, જુગાર રમવા હાથ પર રાખેલ રૂપિયા સહિત કુલ રૂપિયા 4,980/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



જુગાર રમતા ઝડપાયેલ પાંચ જુગારીઓ...

1.વિરલ ફતેસિંગભાઈ ગામીત (રહે.કાવલા ગામ, બંગલી ફળિયું, સોનગઢ),

2.દીપક હનાભાઈ ગામીત (રહે.કાવલા ગામ, બંગલી ફળિયું, સોનગઢ),

3.દાઉદ ગુરજીભાઈ ગામીત (રહે.કેલાઈ  ગામ, પીપળા ફળિયું, સોનગઢ),

4.યાકુબ ગમાભાઈ ગામીત (રહે.વાડીભેંસરોટ ગામ, મોળા ફળિયું, સોનગઢ) અને

5.ભરત રતનભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, પીપળા ફળિયું, સોનગઢ).



પોલીસ રેઈડ જોઈ ભાગી છુટેલા ત્રણ જુગારીઓ...

1.જિગ્નેશ ઈશાનભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

2.રમણ મોગીયાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, પીપળા ફળિયું, સોનગઢ) અને

3.જગદીશ મોહનભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, દાદરી ફળિયું, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application