મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરીની ફરિયાદો પોલીસ મથકે નોંધવામાં આવી રહી છે જેમાં કેટલીક ફરિયાદોમાં પોલીસ ટીમ દ્વારા ચોરને ગણતરીનાં કલાકોમાં જ પકડી પાડવામાં આવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ, વ્યારાનાં તાડકુવા ગામનાં નિશાળ ફળિયામાં રહેતો 23 વર્ષીય યુવક રોહનભાઈ રાકેશભાઈ ગામીત નાઓ કડોદરા ખાતે ક્રીએટીવ ટેકનોલોજી ડાયમંડ કંપનીમાં વર્કર તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે રોહન પોતાના આવ જાવ માટે બાઈક નંબર GJ/26/H/1721 જેની કિંમત રૂપિયા 10,000/- છે જેનો ઉપયોગ કરે છે.
જેથી તેઓ નિયમિત રીતે ગત તારીખ 22/09/2023નાં રોજ પણ કડોદરા ખાતે જવા માટે બાઈક લઈ આવ્યા હતા અને આ બાઈક વ્યારા જૂના બસ સ્ટેશનની સામે આવેલ લક્ષ્મી મોબઈલ દુકાનની સામે પાર્ક કરી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે એટેલે કે તારીખ 23/09/202નાં રોજ સવારે નોકરી પરથી આવ્યા ત્યારે જે જગ્યા પર બાઈક પાર્ક કરી હતી તે જગ્યા બાઈક ન મળી આવતા આસપાસના લોકોને પૂછતા તેમજ આજુબાજુ જોતા બાઈક આજદિન સુધી મળી આવી ન હતી અને કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી ગયેલ હોવાનું સમજાયું હતું. ચોરી અંગે રોહન ગામીત નાએ આજરોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્દ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application