Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ : હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બાઈકની ચોરી

  • July 03, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં સરકારી હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બાઈકનું સ્ટેરીંગ હેન્ડલનું લોક તોડી બાઈક ચોરી કરનાર ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં મોહિની ગામનાં નિશાળ ફળિયામાં રહેતા પ્રતિકભાઇ નારણભાઈ વસાવા (ઉ.વ.29) નાઓ ગત તારીખ 19/06/2023નાં રોજ 11 વાગ્યાથી 12 વાગ્યાનાં સમયગાળા દરમિયાન ઉચ્છલ મોટીબેન દીપિકાબેનને સારવાર માટે હોસ્પિટલમાં અંદર લઈ ગયા હતા.

તે દરમિયાન ઉચ્છલ સરકારી હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બાઈક નંબર GJ/26/L/0737 જેની કિંમત આશરે રૂપિયા 20,000/-ની કોઈ અજાણ્યો ચોર ઈસમ કોઈએક રીતે સ્ટેરીંગ હેન્ડલનું લોક તોડી બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પ્રતિકભાઈ વસાવાએ તારીખ 02/07/2023નાં રોજ ઉચ્છલ પોલીસે મથકે અજાણ્યા બાઈક ચોર વિરુદ્ધ  ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application