મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં નાળું ફળિયામાં રહેતા એક ઈસમ વિરુદ્ધ કાટીસકુવાનજીક ગામનાં ઈસમને વ્યાજનાં પૈસા બદલ સતામણી અને પરેશાન કરતા હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કાટીસકુવાનજીક ગામનાં નિશાળ ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ મનજીભાઈ પ્રભુદાસભાઈ પટેલ નાએ પોતાના ધંધાનાં કામ અર્થે પૈસાની જરૂર પડતા મુથ્થુકુમાર રામૈયા ફલીયાચી (રહે.નાળું ફળિયું, વ્યારા) નાઓ પાસેથી ઓક્ટોબર-2022નાં રોજ રૂપિયા 20,000 વ્યાજ ઉપર લીધેલ હતા.
જયારે આ રૂપિયાનાં એક માસનાં રૂપિયા 3,000 લેખે 3 માસનાં આજદિન સુધી વ્યાજનાં 9000 ચુકવી દીધા હતા. તેમ છતાં જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ પટેલ પાસે જઈ આ વ્યાજખોર મુથ્થુકુમાર ફલીયાચી મુદ્દલ રૂપિયા 20,000/-ની અવારનવાર માંગણી કરી સતામણી કરી પરેશાન કરતા હતો. બનાવ અંગે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ પટેલની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે તા.21 જાન્યુઆરીનાં રોજ વ્યાજખોર મુથ્થુકુમાર ફલીયાચી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500