Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ધમોડી ગામે બાઈક અડફેટે રાહદારી વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

  • September 21, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ધમોડી ગામની સીમમાં વડ ફળીયાથી આમલી ફળિયા તરફ જતાં રોડ ઉપર એક બાઈક ચાલકે પગપાળા જતાં એક વૃદ્ધને અડફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જયારે તેમની સાથેનાં એકને ઈસમને ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર, સોનગઢનાં ધમોડી ગામનાં વડ ફળિયામાં રહેતા નીતીનભાઈ દેવસિંગભાઈ ગામીત નાઓ ગત તારીખ 17/09/2023નાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/F/6693ને પુરઝડપે અને ગફલતભરી હંકારી લાવી ધમોડી ગામની સીમમાં વડ ફળીયાથી આમલી ફળિયા તરફ જતાં રોડ ઉપરથી પસાર થતાં હતા.



તે દરમિયાન ધમોડી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા બીપીનભાઈનાં પિતા ગુમાનાજીભાઈ ભુલાભાઈ ગામીત નાઓને અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ગુમાનાજીભાઈનાં માથાના ભાગે તથા મોઢાનાં ભાગે નાક ઉપર અને ચહેરા ઉપર ઈજાઓ પહોંચી હતી અને તેમની સાથેના કમલેશભાઈ ચંપકભાઈ ગામીત નાઓને પણ ઈજા પહોંચી હતી. જયારે ગુમાનાજીભાઈનું સારવાર દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પીટલમાં મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે બીપીનભાઈ નાએ તારીખ 19/09/2023નાં રોજ સોનગઢ પોલીસ મથકે નીતીન ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application