Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Valod : અજાણ્યા કાર અડફેટે વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

  • January 24, 2023 

મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ સરકારી હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર એક અજાણ્યા કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ સરકારી હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર ગત તા.12મી જાન્યુઆરીનાં રોજ દીનાબેન વસંતભાઈ ગામીત (ઉ.વ.64) નાઓ વાલોડ સરકારી હોસ્પિટલમાં દવા લેવા જતા હતા.



તે સમયે હોસ્પિટલની સામે રોડ ઉપર કોઈ અજાણ્યો કારનાં ચાલકે દિનાબેનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં દિનાબેનને ડાબા પગે તથા જમણા હાથનાં ખભાનાં ભાગે તથા કોનીનાં ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે સારવાર દરમિયાન તેમનું તા.19નાં રોજ મોત નીપજ્યું હતું. બનાવ અંગે નરેશભાઈ ગામીતની ફરિયાદનાં આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application