Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં દુમદા ગામે બુલેટ બાઈક અને યામાહા બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

  • February 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં સીંગપુર ગામ ડુંગરી ફળીયમાં રહેતા રણજીતભાઇ રતિલાલભાઇ ગામીત નાઓ પોતાની બુલેટ બાઈક નંબર GJ/26/AC/5651ની ઉપર સોનગઢથી સીંગપુર ગામે ઘરે પરત જતા હોય તે દરમિયાન ગત તા.11/02/2023નાં રોજ બપોરનાં સમયે દુમદા ગામની સીમમા આવેલ આનંદ નર્સરી નજીક રોડ ઉપર આવતા હતા.





તે સમયે યામાહા બાઈક નંબર GJ/21/BE/9806નાં ચાલકે ત્રણ સવારીમાં પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં રણજીતભાઇ રતિલાલભાઇ ગામીત નાઓને મોઢાનાં ભાગે તથા માથામાં પાછળનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી તથા પોતાને તથા તેની સાથે બેસેલ સવારોને પણ ફેકચર તથા બીજી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે આશિષકુમાર રણજીતભાઇ ગામીત (રહે.સીંગપુર ગામ, ડુંગરી ફળીયુ, સોનગઢ)નાની ફરિયાદનાં આધારે સોનગઢ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application