Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર અને વાલોડમાંથી જુગાર રમાડનાર ત્રણ જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • February 25, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : નિઝર પોલીસ સ્ટાફનાં માણસો અને વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો બુધવાર અને ગુરૂવારનાં રોજ પ્રોહી. અને જુગાર અંગેની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન બાતમીનાં આધારે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિઝર પોલીસ સ્ટાફના માણસો બુધવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહો. તથા જુગાર અંગેની રેડમાં નીકળેલ હતા.




તે દરમિયાન કુકરમુંડા ગામનાં ખાટિક ફળિયા પાસે આવતા કેટલાક ઈસમો કંઈક આપ-લે કરતા હોય જેથી તેઓની ઉપર જુગાર અંગેનો શક જતાં સ્થળ ઉપર જઈ રેડ કરતા કેટલાક ઈસમો ભાગી છુટ્યા હતા જ્યારે જમીન ઉપર બેસેલ એક ઈસમ ઝડપાઈ ગયો હતો જે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, બાલકૃષ્ણભાઈ રામલાલભાઈ પાડવી હોવાનું જણાવ્યું હતું. તેમજ ગુરૂવારનાં રોજ કુકરમુંડા ગામનાં બસ સ્ટેશન પાછળ આવતા કેટલાક ઈસમો કંઈક આપ-લે કરતા હોય જેથી તેઓની ઉપર પણ જુગાર અંગેનો શક જતાં સ્થળ પર જઈ રેડ કરતા કેટલાક ઇસમો ભાગી છૂટ્યા હતા.





જ્યારે જમીન ઉપર બેસેલ એક ઈસમ ઝડપતા તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સિતેશભાઈ તિરસીંગભાઇ વસાવા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને ઈસમો પાસેથી જુગારનાં સાધનો કબ્જે કરી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે અંધાત્રી ગામનાં મહાદેવ ફળિયામાં રહેતો જુગારનો લીસ્ટેડ ગેમ્બલર આશિષભાઈ ઉર્ફે વિમલ કાળીદાસભાઇ ઢોડિયા પટેલ નાને જાહેરમાં ગામમાં આવતા જતાં લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં અંકો પર પૈસા વડે હાર જીતનો જુગાર રમાડતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application