Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં ગંગથા ગામેથી જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • April 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : કુકરમુંડાનાં ગંગથા ગામેથી જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો સોમવારના રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી પ્રોહી/જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ગંગથા ગામે દવાખાનાની પાછળનાં ભાગે આવતાં ત્યાં આગળ જાહેરમાં કેટલાક ઈસમો કંઈક આપ-લે કરતા હોય જેથી તેમની ઉપર જુગાર અંગેનો શક જતાં સ્થળ ઉપર રેઈડ કરતા કેટલાક ઈસમો પોલીસ રેઈડ જોઈ ભાગી છુટ્યા હતા.




જોકે જમીન ઉપર બેસેલ ઈસમ ઝડપાઈ જતાં તેનું નામ પુછાતા તેણે પોતાનું નામ દોલતસિંગ બહાદુરસિંગ વસાવે (રહે.ગંગથા ગામ, કુકરમુંડા)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે ઝડપાયેલ ઈસમ પાસેથી જુગાર રમવાના સાધનો તથા જુદા-જુદા દરની ચલણી નોટો પકડીનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application