મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં ઘાટ ગામની સીમમાંથી પસાર થતાં વ્યારા-ઉનાઈ રોડ પર અજાણ્યા વાહન અડફેટે આવતાં ગડત ગામનાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ છે. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ઘાટ ગામની સીમમાંથી પસાર થતાં વ્યારા-ઉનાઈ રોડ ઉપર શુક્રવારનાં રોજ આનંદભાઈ અભેસિંગભાઈ ગામીત (ઉ.વ.27., રહે.ગડત ગામ, જૂના નાકા ફળિયું, તા.ડોલવણ) નાઓ પોતાના ઘરેથી તેના ભાઈનાં સસરા કમલેશભાઈ પોસલીયાભાઈ ગામીત (રહે.મંગળીયા ગામ, તા.ડોલવણ) નાઓના નામે લીધેલ પેશન પ્રો મોટર સાઈકલ નંબર GJ/26/B/7648 ઉપર તેની સાસરીમાં જવા નીકળેલ હતા.
તે દરમિયાન વ્યારા-ઉનાઈ રોડ ઉપર ઘાટ ગામની નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં આનંદભાઈને માથાનાં ભાગે તેમજ ડાબા પગના જાંઘના ભાગે ફેકચર કરી તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે અનિલભાઈ અભેસિંગભાઈ ગામીત (રહે.ગડત ગામ, જૂના નાકા ફળિયું, તા.ડોલવણ) નાએ અજાણ્યા વાહન ચાલક સામે આજરોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500