મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા પોલીસે શુક્રવારનાં રોજ મોડી સાંજે વીરપુર ગામે વ્યારા બાયપાસ રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે સમયે સોનગઢ તરફથી એક બાઈક નંબર GJ/26/AF/3881નો ચાલક આગળનાં ભાગે બેગ મૂકી આવતો હોય પોલીસે ચાલકને ઈશારો કરી બાઈકને રોડની સાઈડમાં ઉભી રખાવી અને પછી પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, દિપ્તેશભાઈ મુકેશભાઈ ચૌધરી (ઉ.વ.21., રહે.વાંસકુઈ ગામ, મોરી ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કાળા કલરની બેગમાં તપાસ કરતા વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application