Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ : ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં યુવકનું મોત, ટ્રક ચાલક સામે ગુનો દાખલ

  • November 05, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં મોગલબારા ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલથી નિઝર તરફ જતા હાઈવે ઉપર ટ્રક ચાલકે બાઈકને સામેથી ટક્કર મારતાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી, જયારે બાઈક પાછળ બેસેલ યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં મોગલબારા ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલથી નિઝર તરફ જતા હાઈવે ઉપર શુક્રવારનાં રોજ બપોરનાં સમયે વિશાલભાઈ અરવિંદભાઈ વસાવાની બજાજ કંપનીની KTM બાઈક નંબર GJ/26/AD/1620ને સામેથી એક ટ્રક નંબર GJ/19/V/0890નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી બાઈકને ટક્કર મારી રોડ પર પાડી દઈ અકસ્માત કર્યો હતો.


જોકે આ અકસ્માતમાં બાઈક ઉપર પાછળ બેસેલ ફિલિપભાઈ પ્રવીણભાઈ વસાવા (રહે.લીંબાસોટી ગામ, મંદિર ફળિયું, ઉચ્છલ) નાને બંને પગના ઘૂંટણનાં નીચેના ભાગેથી ફેકચર કરી તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જયારે બાઈક ચાલક વિશાલભાઈ વસાવાને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાના કબ્જાનું ટ્રક સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે પ્રવીણભાઈ વસાવાએ ઉચ્છલ પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application