Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં હિંદલા ગામે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં યુવકનું મોત

  • February 02, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં હિંદલા ગામનાં સીમમાં આવેલ દેવમોગરા માતાનાં મંદિર નજીક આવેલ રોડનાં વળાંકનાં પુલીયા પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં મોટરસાઈકલ પુલીયા પરથી નીચે પડતા ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં હિંદલા ગામનાં સીમમાં આવેલ દેવમોગરા માતાનાં મંદિર નજીક આવેલ રોડનાં વળાંકનાં પુલીયા પાસે પિંન્ટુભાઇ ગમાભાઈ વસાવા (ઉ.વ.32, રહે.હિંદલા ગામ, દાદરી ફળિયું, સોનગઢ) નાએ સોમવારનાં રોજ પસાર થઈ રહ્યા હતા.



તે સમયે પોતાના કબ્જાની કાળા કલરની યુનિકોન મોટરસાયકલ નંબર GJ/19/AG/9655ને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જઈ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ ખાઈ  પુલીયા નીચે જતા પિંન્ટુભાઇનાં માથાનાં ભાગે તથા મોઢાનાં ભાગે તેમજ પેટનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application