Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ ચાર રસ્તા પાસે ટ્રેક્ટર અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત

  • January 27, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણ ગામ આશ્રમ ફળીયા પાસે આવેલ ઉત્તર બુનિયાદી સ્કુલ ડોલવણની સામે રોડ પર સોમવારનાં રોજ સવારે 10 વાગ્યાનાં અરસામાં યશકુમાર સુરેશભાઈ પટેલ (ઉ.વ.18, રહે.ડોલવણ ગામ, પટેલ ફળીયુ, તા.ડોલવણ, જિ.તાપી) નાઓ પોતાના કબ્જાની સુઝુકી બાઈક નંબર GJ/05/NN/8297ની લઈ ડોલવણ ગામ પટેલ ફળીયાથી ડોલવણ ચાર રસ્તા પાસે હીરાઘસવાની મજુરી કામે જતો હતો.




તે સમયે ડોલવણ ગામ આશ્રમ ફળીયા પાસે આવેલ ઉત્તર બુનિયાદી સ્કુલની સામે રોડ ઉપર મહિન્દ્રા કંપનીનાં ટ્રેકટર નંબર GJ/19/AF/7308નાં ચાલકે પોતાના કબ્જાનુ ટ્રેકટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી યશકુમારની બાઈકને ટક્કર મારી રોડ ઉપર પડી જતાં માથાનાં ભાગે ગંભીર ઈજા કરી તેમજ શરીરે ઓછી વતી ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે સુરેશભાઈ પટેલે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application