Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં દુમદા ગામે ટ્રક અડફેટે બાઈક ચાલક યુવકનું મોત, ટ્રક ચાલક સામે ગુનો દાખલ

  • February 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં દુમદા ગામનાં નિશાળ ફળીયામાંથી આમલીપાડા ગામ તરફ જતા રોડ ઉપર એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ઉપર સવાર યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં દુમદા ગામનાં ટાંકલી ફળિયામાં રહેતો 21 વર્ષીય અજયભાઈ હરીશભાઈ ગામીત નાએ પોતાના કબ્જાની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/26/R/6996ને લઈ દુમદા ગામનાં નિશાળ ફળિયામાંથી આમલીપાડા ગામ તરફ જતો હતા.





તે દરમિયાન સામેથી રોડ ઉપર લાકડા ભરેલ ટ્રક નંબર GJ/16/U/7154નો ચાલક પોતાના કબ્જાનો ટ્રક પૂરઝડપે અને ગફરતભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે યુવકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગોવિંદભાઈ ગામીતની ફરિયાદનાં આધારે અજાણ્યો ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application