Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં પરોઠા હાઉસ ખાતેથી છેતરપીંડીનાં ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • August 04, 2023 

તાપી પેરોલ ફર્લો સ્કવોડની અને L.C.B. ટીમ દ્વારા તાપી જિલ્લાનાં વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પેરોલ ફર્લો સ્કવોડ અને L.C.B.ને તાપીનાં વાલોડ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતનાં ગુનાના કામના નાસતો-ફરતો આરોપી સોનગઢના પરોઠા હાઉસ ખાતે હોવાની ચોક્કસ હકિકત મળેલ હતી.

જે પૈકી હકિકત આધારે પેરોલ ફર્લો સ્કવોડ અને L.C.B.ની ટીમ બનાવી સોનગઢ શહેર ખાતે મોકલતા વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાનો નાસતો-ફરતો આરોપી અનિલભાઇ મનહરભાઇ પાટીલ (રહે.જનતાપાર્ક માર્ગ,પ્લોટ નં 27, નવાપુર તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાંને તાપીના સોનગઢમાં આવેલા પરોઠા હાઉસ પાસેથી પકડી પાડી સોનગઢ સોનગઢ પોલીસને આગળને કાર્યવાહી અર્થે સોપી દેવાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application