Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : કરંજવેલ ગામનાં બાલપુર પાટીયા પાસે એક દુકાન પાછળથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો

  • December 28, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કરંજવેલ ગામનાં બાલપુર પાટીયા પાસેનાં ચિકનની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુનાની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા કરંજવેલ ગામનાં બાલપુર પાટીયા પાસે આવતા ચિકનની દુકાન ચલાવતો પ્રોહી. લિસ્ટેડ બુટલેગર પ્રિયજ ઉર્ફે પિયુષ મોતીસિંગભાઈ ગામીતની દુકાન ઉપર પ્રોહી. મુદ્દામાલ અંગે રેઈડ કરી હતી જ્યાં પ્રિયજ ઉર્ફે પિયુષ મોતીસિંગભાઈ ગામીતની ઉપસ્થિત ન હતો. જોકે પોલીસે દુકાનની આજુબાજુમાં તથા ઝાડી જંગલ હોય જેથી દુકાનની પાછળનાં ભાગેથી ઝાડીમાં કાળા કલરની કોથળીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ 74 નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પ્રિયજ ઉર્ફે પિયુષને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application