Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં વાઘનેરા ગામે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો ઈસમ ઝડપાયો

  • February 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં વાઘનેરા ગામે વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાતા કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ બપોરે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીટ નંબર-1માં પ્રોહી. અંગેની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાઘનેરા ગામે મંદિર ફળિયામાં એક ઈસમ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.





જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર જઈ રેઈડ કરતા એક ઈસમ હાજર મળી આવેલ હતો જેથી પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ જશવંતભાઈ નવલાભાઇ ચૌધરી (રહે.વાઘનેરા ગામ, મંદિર ફળિયું, તા.સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરમાં બે ખાખી પુઠ્ઠાનાં બોક્ષ મળી આવેલ હતા. જેમાં ઈંગ્લીશ દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 9,600/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી ધર્મેશભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application