મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઉકાઈથી માંડવી તરફ જતાં રોડ ઉપર જુનાઈ ગામનાં બસ સ્ટેશન પાસે બાઈક પરથી કાબુ ગુમાવી દેતા કિમડુંગરા ગામનાં શખ્સનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે બાઈક પાછળ સવાર શખ્સ ઈજાગ્રસ્ત થયો હતો.
બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સુરતનાં માંડવી તાલુકાનાં કિમડુંગરા ગામનાં ચાંદની ફળિયામાં રહેતા વિજયભાઈ ભંગયાભાઈ ચૌધરી ચૌધરી નાંઓ મંગળવારનાં રોજ મોડી સાંજે તેમના મિત્ર સંજયભાઈ દેવજીભાઈ ચૌધરી (રહે.ચોરઆંબા ગામ, તા.માંડવી, જિ.સુરત)ની સાથે ઉકાઈથી માંડવી તરફ જતા રોડ ઉપર પોતાની બાઈક નંબર GJ/19/AD/6898 લઈને માંડવી તરફ આવતા હતા.
તે દરમિયાન જુનાઈ ગામની સીમમાં બસ સ્ટેશન પાસે વળાંકમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા બાઈક ઉપરનો કાબુ ગુમાવી દેતા રોડની ડાબી સાઈટમાં આવેલ ગળનાળાની બાજુમાં અથડાવી દેતા એકસીડન્ટ થયું હતું. જોકે આ એકસીડન્ટમાં બાઈક ચાલક વિજયભાઈનાં માથાના પાછળના ભાગે અને જમણા પગે ગંભીર ઈજા તેમજ શરીર નાની મોટી ઈજા પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.
જ્યારે તેમના મિત્ર સંજયભાઈ નાઓને શરીરે નાની-મોટી ઇજા પહોંચી હતી. બનાવ અંગે અજીતભાઈ ભંગિયાભાઈ ચૌધરી (રહે. કિમડુંગરા ગામ, ચાંદની ફળિયું, માંડવી)નાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500