મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : કુકરમુંડાનાં પીશાવર ગામની સીમમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને અડફેટે લેતાં ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે નિઝર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં તળોદા ખાતે રહેતા પુષ્પકભાઈ પ્રકાશભાઈ પાટીલ નાઓ રવિવારનાં રોજ મોડી સાંજે કુકરમુંડા તાલુકાનાં પીશાવર ગામની સીમમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પરથી પોતાના કબ્જાની હીરો હોન્ડા કંપનીની મોટરસાયકલ નંબર MH/18/Y/5763 લઈને ધુલીયાથી તળોદા આવતા હતા.
તે દરમિયાન પીશાવર ગામની સીમમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે ઉપર નાયરા પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પુષ્પકભાઈ પાટીલાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં પુષ્પકભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા તથા શરીરે અન્ય નાની-મોટી ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે દિપકભાઈ પાટીલની ફરિયાદનાં આધારે નિઝર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application