મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં પનીયારી ગામે સુગર ફેકટરી ગેટ નજીક ટીચકપુરાથી વ્યારા તરફ આવતાં રોડ ઉપર એક કારનાં ચાલકે માયપુર ગામનાં ઈસમનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં માયપુર ગામનાં ફાફડી ફળિયામાં રહેતા સોમાભાઈ જગાભાઈ ગામીત (ઉ.વ.59) નાઓ મંગળવારનાં રોજ સવારે પનીયારી ગામે સુગર ફેકટરી ગેટ નજીક ટીચકપુરાથી વ્યારા તરફ આવતાં રોડ ઉપર પોતાના કબ્જાની હીરો હોન્ડા ગ્લેમર બાઈક નંબર GJ/19/K/6472 લઈને માઈપુર વ્યારા ખાતે તેમના કામ અર્થે આવ્યા હતા.
તે દરમિયાન ટોયટા ઇટીઓસ ફોર વ્હીલ કાર નંબર GJ/05/JE/3432નાં ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સોમાભાઈની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં સોમાભાઈને માથાનાં ભાગે આંતરિક ગંભીર ઈજા તથા જમણા પગનાં આંગળીનાં ભાગે તેમજ ડાબા પગનાં અંગૂઠા અને આંગળીનાં ભાગે ઈજા પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે વ્યારા પોલીસ મથકે અનિલભાઈ સોમાભાઈ ગામીતની ફરિયાદનાં આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application