સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા ચોરીનાં ત્રણ ગુનાનો રીઢા આરોપી તોહીદ લીયાકત મન્સૂરીને પોલીસે ગત તા.19 મેના રોજ ઝડપી પાડી સોનગઢ જૂની મામલતદાર કચેરીની નીચે આવેલી સબ જેલમાં રાખ્યો હતો. પરંતુ શુક્રવારનાં રોજ રાત્રિના સમયે આરોપી તોહીદ મન્સૂરીએ જેલમાંથી ભાગી જવાનો નિર્ણય લઈ બાથરૂમના અડાગરાની મદદથી જેલના મુખ્ય દરવાજો તથા બહારના દરવાજાના લોક તોડી નાખ્યો હતો અને આરોપી ફરાર થઈ ગયો હતો. તે સમયે જેલ ગાર્ડનાં ઇન્ચાર્જ સુકનજીભાઈ ઠાકોરભાઈ ગામીત ફરજ દરમિયાન સુઈ ગયા હોવાથી તેનો લાભ આ તસ્કરે લીધો હતો.
જોકે ઘટનાની જાણ વહેલી સવારે થઈ જતા તંત્ર હરકતમાં આવ્યું હતું. હેડ કોન્સ્ટેબલ અને બે જીઆરડી જવાન સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને સુરત જિલ્લાની પોલીસને આ અંગે જાણ કરી આરોપીને તાત્કાલિક ઝડપી પાડવાની સૂચના મળતા જિલ્લા પોલીસે અલગ અલગ ટીમને કાર્યરત કરી દીધી હતી. દરમિયાન કડોદરા પોલીસની ટીમ શનિવારે મોડી રાતનાં સુમારે નાઈટ પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, સોનગઢ જેલના દરવાજાનાં તાળા તોડીને ભાગેલો કાચા કામનો કેદી તોહીદ મનસુરી કડોદરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર નીલમ હોટલ પાસે છે જે બાતમીનાં આધારે પોલીસની ટીમ એ સ્થળ પર જઈ આરોપીને ઝડપી સોનગઢ પોલીસને હવાલે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application