મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : નિઝરનાં વાંકા ચાર રસ્તા પાસે જાહેરમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો પર જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહિ. તથા જુગાર અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા વાંકા ચાર રસ્તા પાસે જાહેરમાં કેટલાક ઈસમો કંઈક આપ લે કરતા હોય અને તેઓની ઉપર જુગાર અંગેનો શક જતા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર જઈ રેઈડ કરતા કેટલાક ઈસમો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા.
જ્યારે તેમની સાથે પોતાના આર્થિક ફાયદા માટે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો લખવા બેસેલ એક ઈસમ ઝડપાઈ ગયો હતો. જોકે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ સુનિલભાઈ અરૂણભાઇ પાડવી (રહે. ચિંચોદા ગામ, આદિવાસી ફળિયુ, નિઝર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈસમ પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક ઉપર જુગાર રમાડવાનાં સાધનો જેમાં લખેલ સ્લીપો, બોલપેન અને જુદા-જુદા દરની ચલણી નોટો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી જયરાજભાઈ જીતુભાઈ રાવની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500