Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં સદગવાણ ગામે જુગાર રમાડનાર એક ઝડપાયો

  • June 09, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં સદગવાણ ગામેથી વગર પાસ પરમિટે જુગાર રમાડનાર એક ઈસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો ગતરોજ પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે નિઝર તાલુકાનાં સદગવાણ ગામના નિશાળ ફળિયામાં રહેતા ગોપાલ વિજયભાઈ મોરે નાંને તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતનાં આંકડા જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ દરની ચલણી નોટો અને જુગાર રમવાના સાધનોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application