મહુવાના અનાવલ ખાતે ત્રણ રસ્તા પાસે અનાજ કરિયાણાની દુકાન ચલાવતા મુકેશ સીરવી નામના વેપારીના મોબાઈલ ફોન પર એક અજાણી મહિલાએ પોતે ક્રેડીટ કાર્ડ કંપનીમાંથી બોલતી હોવાનું જણાવી કેડીટ કાર્ડ નંબર અને તેને આધારે ઓટીપી મેળવીને ગણતરીની મીનીટમા જ પ્રથમ ૪૫,૦૦૦ અને બીજી મીનીટે બીજા ૯૫,૦૦૦ મળીને કુલ ૧.૪૦ લાખ બારોબાર ક્રેડીટ કાર્ડમાંથી સેરવી લીધા હતા. છેતરાયેલા દુકાનદારે આ મામલે મહુવા પોલીસ મથકે સાયબર ફોડની પોલીસ ફરિયાદ નોધાવી હતી.
મળતી વિગતો પ્રમાણે, અનાવલ ખાતે ત્રણ રસ્તા પર અનાજ કરીયાણાની દુકાન ચલાવી વેપાર ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના નામે ઓટીપી મેળવી છેતરપિંડી કરતા મુકેશભાઈ ચુનીલાલ તારાજી સીરવી (રહે.બ્લોક નં.૧૦૨ શુકલેશ્વર રેસીડેન્સી પાસે, ત્રણ રસ્તા પાસે અનાવલ) આ વેપારી દુકાનદાર પર તેના મોબાઈલ પર કોઈ અજાણી મહિલાએ મોબાઈલ પરથી ફોન કરીને જણાવ્યું હતું કે મુકેશભાઈ જે એકિસસ બેંકનો ક્રેડીટ કાર્ડ વાપરતા તા તે ક્રેડીટ કાર્ડ પર બેંકની ઓફર છે.
તમારે નાણાની જરૂરીયાત વધારે હોય તો તમને તમારા ક્રેડીટ કાર્ડ પર નાણાની લીમીટ વધારી આપુ એમ કરીને આ મહિલાએ વેપારીને વાતોમાં નાંખી લલચામણી વાતો કરીને વેપારીનો વિશ્વાસ સંપાદન કરી મુકેશભાઈના ક્રેડીટ કાર્ડની વિગતો મેળવીને આ ક્રેડીટ કાર્ડની લીમીટ વધારી આપવાનો ઝાંસો આપી વેપારીને તેના મોબાઈલ નંબર પર ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવા માટે આવેલો ઓટીપી નંબર મેળવીને મુકેશભાઈના ખાતમાંથી ગણતરીની મીનીટમા પ્રથમ રૂ.૪૫,૦૦૦ અને બીજી વખત તરત રૂ.૯૫,૦૦૦ એમ બે તબક્કા મળીને મુકેશભાઈના એક્સિસ બેંકના ક્રેડીટ કાર્ડ ખાતામાંથી રૂ.૧.૪૦ લાખ સેરવી લીધા હતા. છેતરામણીનો ભોગ બનેલા દુકાનદાર મુકેશભાઈ સીરવીએ આ મામલે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સાયબર ફોડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500