સુરત જિલ્લાનાં માંગરોળના નાની નરોલી ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે બુલેટને અડફેટે લીધી હતી. આ ઘટનામાં બુલેટર બેઠેલા બે યુવકોને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ, માંગરોળનાં નાની નરોલી ગામની સીમમાં હાઈવે પર પર અજાણ્યા વાહન ચાલકે બુલેટ બાઇકને અડફેટમાં લઇ લેવાનાં પગલે બુલેટ પર સવાર બે મિત્રોના ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે મોત થયા હતા.
અંકલેશ્વર તાલુકાનાં રાજપીપળા રોડ ગડખોલ ખાતે ગીરનાર સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષીય દિપ વિપુલકુમાર ખંભોળજા પોતાની બુલેટ પર દિક્ષીતકુમાર રાકેશભાઈ શર્મા (રહે.સ્થાપત્ય રેસીડેન્સી ભવાની ચોક પાસે નિકોલ, અમદાવાદ)ને બેસાડી નાની નરોલી ગામની સીમમાં ક્રિષ્ના હોટલની સામે મુંબઈથી અમદાવાદ હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી પુરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનનાં ચાલકે દીપભાઈની બુલેટને અડફેટમાં લીધી. અજાણ્યા વાહનની ટક્કરથી નીચે પટકાયેલા બુલેટ પર સવાર બંને મિત્રો દીપભાઈ અને દિક્ષીતકુમાર માથાનાં તેમજુ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. બનાવ અંગે કોસંબા પોલીસ બનાવનાં સ્થળે પહોંચી સ્થિતિ પૂર્વવત કરી જરૂરી કાર્યવાહી હાથ પરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application