Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં યુવતીને ઉભી રાખી ‘તું મારી સાથે કેમ સંબંધ રાખતી નથી’ તેમ કહી હેરાન કરનાર યુવક સામે ફરિયાદ

  • April 02, 2025 

સોનગઢના દેવજીપુરા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીને રસ્તામાં આંતરી પ્રેમસંબંધ રાખવા દબાણ કરી યુવતીના લગ્ન તોડાવી નાંખવાની ધમકી આપનાર સોનગઢના યુવક સામે યુવતીએ પોલીસ તરીકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢના દેવજીપુરા વિસ્તારની એક યુવતીને ગત તારીખ ૨૫-૩-૨૦૨૫ નારોજ સવારે પોતાની મોપેડ પર નોકરી કરવા જતી હતી. તે સમયે સોનગઢની ગૌશાળા પાસે ફિલિપ અગરિયા ગામીતે (રહે.સર્વોદયનગર, સોનગઢ) યુવતીની મોપેડ ઉભી રખાવી જણાવ્યું કે ‘તું મારી સાથે કેમ સંબંધ રાખતી નથી.


વર્ષ ૨૦૧૯ સુધી આપણી વચ્ચે પ્રેમ સંબંધ હતો. ત્યાર પછી આપણે રાજીખુશીથી છૂટા પડી ગયેલા અને મારા લગ્ન વર્ષ ૨૦૨૨માં થઈ ગયા હતા. પરંતુ મારી પત્નીને આપણા પ્રેમસંબંધની ખબર પડી ગયા પછી મારી પત્ની ઝઘડો કરીને ચાલી ગઈ હતી. તે આજદિન સુધી પરત આવી નથી તારા લીધે મારી પત્ની ઘર છોડીને ચાલી ગઈ છે. તેમ કહી યુવતીનો હાથ પકડી ગાળો આપી છેડતી કરવા લાગ્યો હતો.


આ ઝપાઝપીમાં યુવતીના ચશ્મા અને મોબાઈલ ફોન રસ્તા પર પડી ગયા હતા તેમજ તેનાં ચશ્મા પણ તૂટી ગયા હતા. તેથી યુવતીએ ફોન કરીને પોતાની માતાને સ્થળ પર બોલાવી હતી. ત્યારે ફિલિપ ગામીતે ધમકી આપી હતી કે, ‘આજે તો તારી છોકરીની ઈજ્જત બચી ગઈ છે’ પણ બીજીવાર સોનગઢમાં મોઢું બતાવવા લાયક નહીં રાખુ અને ફરિયાદ કરવા જશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી અને તારા જે છોકરા સાથે લગ્ન નક્કી થયા છે તે નહીં થવા દઉં. આપણા પ્રેમસંબંધના ફોટા વાયરલ કરી દઈશ. મારું ઘર સંસાર તારા લીધે તૂટી ગયું છે તેમ કહી ફિલિપ ગામીતે યુવતીને ગાળો આપતા યુવતીએ સોનગઢ પોલીસ મથકે ફિલિપ ગામીત સામે ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application