સુરત જિલ્લાનાં કીમ નજીક આવેલ કાછબ પારડી ગામે બાઇક સાથે ડુક્કર અથડાયું હતું. આ અકસ્માત બાદ બાઈક વીજપોલ સાથે અથડાતાં બાઈક પર બેઠેલા ત્રણ યુવકો પૈકી બેને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત થતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, કીમ પોલીસની હદમાં રખડતા ડુક્કરનાં કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાંસોટ તાલુકાનાં ઈલાવ ગામનાં ત્રણ યુવકો પોતાની બાઈક લઈને ઇલાવથી સાયણ ખાતે ફેકટરીમાં નોકરી ઉપર જઈ રહ્યા હતા.
તે દરમ્યાન કાછબ ગામની સીમમાં મુખ્ય રસ્તા ઉપર અચાનક ડુક્કર વચ્ચે આવી જતા બાઈક ચાલકે સંતુલન ગુમાવી દીધુ હતું. બાઈક સાથે ડુક્કર અથડાતા ચાલકે સંતુલન ગુમાવ્યું હતું. બાઈક વિજપોલ સાથે ધકાડાભેર ભટકાઈ ત્રણેય નીચે પટકાયા હતા. ત્રણ યુવકો પૈકી સંજય રાઠોડ, પિયુષ નવિન મૈસુરીયા (બંને રહે.ઇલાવ)નું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત થયું હતું. જયારે બાઇક પર સવાર અન્ય રાકેશ રાઠોડ (રહે.ઇલાવ)ને ગંભીર હાલતમાં સુરત ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા કીમ પોલીસ તાત્કાલીક અકસ્માત સ્થળે દોડી ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application