Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં વેલ્દા ગામે બસ અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં દંપતિ સહીત બાળકી ઈજાગ્રસ્ત થયા, બસનાં ચાલક સામે ગુનો દાખલ

  • April 20, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : નિઝરનાં વેલ્દા ગામે વેલ્દાથી નિઝર રોડ ઉપર પસાર એસ્સાર પેટ્રોલ પંપની પાસે મહારાષ્ટની બસ ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા બાઈક પર સવાર દંપતિ સહીત એક બાળકીને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝરનાં વૃંદાવન નગરમાં રહેતો વિશાલભાઈ અરવિંદભાઈ વસાવા જેઓ ગત તા.13/04/2023નાં રોજ સાંજનાં ચાર વાગ્યા અરસામાં તેમણી પત્ની રોશનીબેન અને દિકરી સાથે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/R/5243 લઈને અક્ક્લ્કુવાથી કુઇલીવેલ ગામે લગ્ન પ્રસંગે ગયા હતા અને ત્યાંથી ગત તા.15/04/2023નાં રોજ સવારનાં રોજ પરત ફરતા હતા.






તે સમયે વેલ્દાથી નિઝર રોડ ઉપર પસાર થતાં હતા ત્યારે એસ્સાર પેટ્રોલ પંપની પાસે નિઝર તરફથી એક મહારાષ્ટની એસ.ટી. બસ નંબર MH/40/N/9825નાં ચાલકે પોતાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેની આગળ ચાલતા ટેમ્પોને ઓવર ટેક કરતા બસનાં સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં વિશાલભાઈ, પત્ની અને તેમની દીકરીને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વિશાલભાઈ વસાવા નાએ તા.18/04/2023નાં રોજ બસનાં ચાલક સામે નિઝર પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.         

             


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application