મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં આમલપાડા ગામે જંગલ જમીન પોતે ખેતી કરવાનું છોડી બીજાને ભાડા પેટે આપી દેનાર એક મહિલા સહીત ત્રણ સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં આમલપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રામસિંગભાઈ ફતુભાઈ વસાવા અને તેમનાં સાથે નાનો ભાઈ સામસિંગભાઈ ફતુભાઈ વસાવા, બહેન નયનાબેન નારણભાઈ વસાવા અને બનેવી નારણભાઈ છગનભાઈ વસાવા નાંઓને સરકારશ્રી તરફથી જંગલ જમીન ખેડવા માટે આપેલ હતી.
જોકે સામસિંગભાઈ વસાવા, નયનાબેન વસાવા અને નારણભાઈ વસાવા નાંઓએ આ જંગલ જમીન પોતે ખેતી કરવાનું છોડી બીજાને ભાડા પેટે આપી દીધી હતી. જે વાતનું રામસિંગભાઈ વસાવા નાંઓને ખબર પડતા તેઓ બુધવારના રોજ મોડી સાંજે નયનાબેન વસાવા અને નારણભાઈ વસાવાને પૂછવા જતાં બંનેએ રામસિંગભાઈને પકડી રાખ્યો હતો અને સામસિંગભાઈએ પાછળથી આવી રામસિંગભાઈને માથાના ભાગે બે સપાટા મારી દેતા તેઓ જમીએન ઉપર પડી ગયા હતા જોકે તે સમયે રામસિંગભાઈએ બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જેથી સામસિંગભાઈ મને કહેતો ગયો કે, ‘ આજે હું તને જાનથી મારી નાખવાનો હતો પરંતુ આજે તું બચી ગયો છે તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રામસિંગભાઈ ફતુભાઈ વસાવા નાંએ સોનગઢ પોલીસ મથકે નાનો ભાઈ સામસિંગભાઈ, બહેન નયનાબેન અને બનેવી નારણભાઈ વિરુધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500