Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં મોઘવાણ ગામે મહિલાની છેડતી કરનાર શખ્સ સામે ગુનો દાખલ કરાયો

  • July 09, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં મોઘવાણ ગામે મહિલાને શરીરે હાથ ફેરવીને બળજબરી કરવાની કોશિશ અને છેડતી કરનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં મોઘવાણ ગામનાં પટેલ ફળિયામાં રહેતી 38 વર્ષીય મહિલા અરૂણાબેન સંદીપભાઈ ગામીત નાઓ ગત તારીખ 05/07/2023નાં રોજ રાત્રે 11.45 સમયગાળા દરમિયાન તેમના ઘરે રૂમમાં એકલા સુતેલા હતા.


તે સમયે દેવીદાસભાઈ હસમુખભાઈ ગામીત (રહે.મોઘવાણ ગામ, બ્રાહ્મણ ફળિયું, સોનગઢ)નાંઓ બારી ખોલી ઘરનાં રૂમમાં પ્રવેશ કરી અરુણાબેન પાસે જઈ બદઈરાદો રાખી અરૂણાબેનને પકડીને ઊંઘમાંથી ઉઠાડીને તેમજ શરીરે હાથ ફેરવીને બળજબરી કરવાની કોશિશ અને છેડતી કરી હતી. બનાવ અંગે મહિલાએ તારીખ 07/07/2023નાં રોજ દેવીદાસ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application