સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે ઓવારી ફળિયામાં રહેતાં રમીલા બહેન નિતેશ ગામિતે સોનગઢ પોલીસ મથકે આપેલ ફરિયાદ મૂજબ તેઓ બુધવારે સાંજે પોતાના ઘરે હતાં ત્યારે પડોશમાં રહેતાં વિનોદ બાંગા ગામીત અને તેમનો દીકરો પીયેશ વિનોદ ગામીત પોતાના હાથમાં ધારીયું રાખી રમીલા બહેનના વાડાના ભાગે આવેલાં વાંસના વૃક્ષો કાપી રહ્યાં હતાં. તે સમયે રમીલા બહેને કહ્યું કે, તમારા ઘરના નળિયા સાથે નડતાં હોય એટલાં જ વૃક્ષો જ કાપો બધા વૃક્ષો શા માટે કાપો છો ??? આ સમયે આરોપી એ જણાવ્યું કે તમને શું ખબર પડે પવન ના કારણે તમારા વૃક્ષોથી અમારા નળિયા તૂટી જાય છે.
આ વખતે રમીલા બહેને તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં વિનોદભાઈ ગામિતે તેમના હાથમાં રહેલ ધારિયા વડે તેમના માથા ના ભાગે ઘા મારી દીધો હતો જ્યારે પીયેશ ગામિતે દાંતરડા વડે હાથના ભાગે ઘા માર્યા હતાં. આ કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં દરમિયાન નજીકના લોકો દોડી આવી તેમને વધુ માર ખાતા બચાવ્યા હતાં અને તેમને સારવાર અર્થે 108 વાનની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતાં. બનાવ અંગે સોનગઢ પોલીસે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application