મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : નિઝર તાલુકાનાં વડલી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા ગુલાબસિંગભાઇ જેવાભાઇ ગામીત નાએ ઘરનાં આંગણાનાં તારીખ 13/02/2023નાં રોજ રાહુલભાઇ કરણસિંગભાઇ ગામીત, હુરતીયાભાઇ જેવાભાઇ ગામીત અને કરણસિંગભાઇ પ્રતાપભાઇ ગામીત નાઓ હાજર હોય તેઓને ગુલાબસિંગભાઇએ તેની બહેન કમુલીબેને ભાભી કવિતાબેનને પૈસા મુકવા આપેલ હતા જે આપી દેવા સારૂ કહેતા જે બાબતનું મન દુ:ખ રાખી રાહુલભાઇ, હુરતીયાભાઇ અને કરણસિંગભાઇ નાઓએ ગુલાબસિંગભાઇને ગંદી નાલાયક ગાળો આપી હતી.
તેમજ કમુલીબેનને અમારે પૈસા આપવા નથી તારાથી જે થાય તે કરી લે, તેવુ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ રાહુલે ગુલાબસિંગભાઇને જોરથી ધક્કો મારી મને જમીન ઉપર નીચે પાડી દઇ તથા કરણસિંગે આંગણામાંથી પથ્થર ઉંચકીને ગુલાબસિંગભાઇ તરફ ફેંકી ડાબા હાથ ઉપર તથા માથામા કપાળ ઉપર જમણા ભાગે મારી અને હુરતીયાભાઇએ લાકડી વડે ગુલાબસિંગભાઇને પીઠનાં ભાગે ઉપરા છાપરી બે ત્રણ સપાટા મારી તથા ત્રણે ઈસમોએ મારમારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ગુલાબસિંગભાઇ જેવાભાઇ ગામીતનાએ ત્રણેય ઈસમો વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વળગું તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application