મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના વીરપુર ગામે નજીવી બાબતે યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચાર જણા સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાના વીરપુર ગામે બાલવાડી પાસે દિવ્યેશભાઈ ઈલેશભાઈ ગામીત (રહે.વીરપુર ગામ, ગામઠાણ ફળિયું, વ્યારા)નાઓ ગત તારીખ 04/09/2023નાં રોજ કામ પરથી પરત ઘરે જતાં હતા. તે દરમિયાન ગામમાં રહેતો બાબુભાઈ ગામીત નાંએ હાથમાં લાકડું લઈ દિવ્યેશભાઈ પાસે દોડી જઈ, ‘તું કેમ ગામના લોકોને હેરાન કરે’ તેમ કહી લાકડા વડે દિવ્યેશભાઈને બે સપાટા મારી દીધેલ તેમજ તેની સાથેના બીજા ગામના તેના સાથીદારો અભીભાઈ, આશિષભાઈ અને જીગાભાઈ નાઓએ પણ મળી દિવ્યેશભાઈને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જેથી દિવ્યેશભાઈને શરીરે તથા માથાના ભાગે મૂઢ માર લાગ્યો હતો. બનાવ અંગે દિવ્યેશભાઈ ગામીત નાંએ તારીખ 05/09/2023નાં રોજ ચારેય જણા સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500